બાલારામ પેલેસ બાલારામમાં આવેલો મહેલ, હોટેલ

બાલારામ પેલેસ અથવા બાલારામ પેલેસ રીસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે.

આ મહેલને હવે હોટેલ અને પ્રવાસી આકર્ષણ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ, અર્જુન રામપાલની દિલ તુમ્હારા હૈ જેવા બોલીવુડ ચલચિત્રોનું છાયાચિત્રણ અહીં થયું હતું.

મહેલમાં નવઆધુનિક શૈલીના થાંભલાઓ અને યુરોપિયન કમાનો સાથેની અગાસી આવેલી છે.

પેલેસ નદીના પટ, ઝાડીઓ, ખેતીની જમીન, જંગલ વિસ્તાર અને આદિવાસી ગામડાઓની વચ્ચે આવેલો છે.

બાલારામ પેલેસ રીસોર્ટમાં હોટેલની પણ સુવિધા છે જેનું ખાનગી રીતે સંચાલન કરવામાં આવે છે

તેમાં ચાર ગોલ્ડ રૂમ, બાર પ્લેટિનમ રૂમ અને એક નવાબી સ્યુટ એમ ત્રણ પ્રકારના રહેવાના ઓરડાઓની વ્યવસ્થા પણ છે

મહેલ અને નદી વચ્ચે સ્નાનાગાર આવેલો છે.

બાલારામ પેલેસ માં ૭૦ જેટલા વ્યક્તિઓ બેસી શકે તેવો સભા માટેનો ખંડ પણ આવેલો છે.