રાજસ્થાનમાં ખાટૂ શ્યામ તરીકે પૂજાય છે બળિયાદેવ:

હિંદૂ ધર્મ અનુસાર ખાટૂ શ્યામજી કળીયુગમાં કૃષ્ણના અવતારમાં પુજવામાં આવે છે.

જેમને શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મળ્યું હતું

કે કળયુગમાં તેમનું નામ શ્યામથી પુજવામાં આવશે

બ્રાહ્મણરૂપી શ્રી કૃષ્ણએ બળિયાદેવ પાસે દાનની ઈચ્છા વ્યક્ત કરી.

બળિયાદેવના હા કહેવા પર જ્યારે શ્રી કૃષ્ણએ તેમની પાસે શીશ માગ્યું તો તેઓ ગભરાઈ ગયા.

બળિયાદેવ કહ્યું એક સાધારણ બ્રાહ્મણ આ રીતે દાન ન માંગી શકે,

તેમણે શ્રી કૃષ્ણને પોતાના વાસ્તવિક રૂપના દર્શન આપવાની પ્રાર્થના કરી.

બળિયાદેવને શીશ દાન માંગવાનું કારણ સમજાવવા લાગ્યા કે

યુદ્ધ પ્રારંભ થતા પહેલા સર્વશ્રેષ્ઠ ક્ષત્રિય શીસની આહુતિ આપવી પડે છે.

બળિયાદેવે જ્યારે તેમને છેલ્લે સુધી મહાભારત યુદ્ધ જોવાની વાત કરી તો શ્રીકૃષ્ણ માની ગયા.

તેમના શીશને યુદ્ધભુમીની પાસે એક પહાડ પર સ્થાપિત કરવામાં આવ્યું. જ્યાંથી તે સંપુર્ણ યુદ્ધ જોઈ શકે.

શ્રી કૃષ્ણએ આપ્યું વરદાન

શ્રી કૃષ્ણજી બળિયાદેવના આ વરદાનથી એટલા ખુશ થયા કે તેમણે તેમને કહ્યું કે કળયુગમાં તમે શ્યામ નામથી ઓળખાશો.

શું છે માન્યતા?

બળિયાદેવનું શીશ રાજસ્થાનના સીકર જિલ્લાની પાસે ખાટૂ નગરમાં દફનાવવામાં આવ્યું હતું માટે તેમને ખાટૂ શ્યામ બાબા કહેવામાં આવે છે.

એક વખત દેખાયું કે ત્યાંથી દૂધની ધાર પોતાની જાતે વહેવા લાગી હતી.

ખોદકામ કર્યા બાદ ખાટૂજી શીશ ત્યાં પ્રગટ થયું. ખાટૂ નગરના રાજાને મંદિર નિર્માણ અને શીશ ત્યાં સ્થાપિત કરવાનું સપનું આવ્યું હતું. આ રીતે આ મંદિરનું નિર્માણ થયું હતું.