વાંસ એ એક વનસ્પતિ છે.

વાંસ એક સપુષ્પક, આવૃતબીજી, એક બીજપત્રી પોએસી કુળની વનસ્પતિ છે.

કાગળ બનાવવા માટે વાંસ ખુબ જ ઉપયોગી સાધન છે,

વાંસમાંથી બહુ જ ઓછી દેખભાળની સાથે સાથે અધિક માત્રામાં કાગળનું ઉત્પાદન કરી શકાય છે.

મકાન બનાવવા તથા પુલ બાંધવા માટે આ અત્યંત ઉપયોગિ છે

વાંસની સળીઓની ભાત ભાતની ચટાઇઓ, ખુર્સી, ટેબુલ, પલંગ અને અન્ય વસ્તુઓ બનાવવાના કામમાં આવે છે.

આનાથી ખેતી ના ઓજાર, ઊન તથા સૂતરાઉ કાપડ ની તકલી બનાવાય છે.

વાંસ થી તીર, ધનુષ, ભાલે આદિ લડ઼ાઈ ના સામાન તૈયાર કરાતા હતાં.

વાંસ નું જીવન ૧ થી ૫૦ વર્ષ સુધી હોય છે

કેટલાક વાંસની જાતમાં પ્રકાંડ જમીનની નીચેના ભાગમાં જ ફેલાતું હોય છે.