બંગડીઓ ભારતીય સ્ત્રીઓના સોળ શૃંગારનો એક ભાગ છે.

મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બંગડીઓ પહેરે છે તથા તેને ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.

દેશના વિભિન્ન રાજ્યોના લોકો આ બંગડીઓને અલગ-અલગ નામોથી બોલાવે છે.

પરંતુ આ ભૌગોલિક સીમાઓ છતાં ભારતીય લગ્નોમાં તેનું મહત્વ એક સમાન છે.

દક્ષિણ ભારતમાં સોનાને ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

કેટલાક સમુદાયના લોકો, કન્યાના હાથોમાં સોનાની બંગડીઓ સહિત લીલા રંગના કાચની બંગડીઓ પહેરાવે છે

બંગાળી લગ્ન

બંગાળી લગ્નમાં, કન્યાને છીપલામાંથી બનેલી કોરલ રંગની બંગડીઓ પહેરાવવામાં આવે છે.

રાજસ્થાની તથા ગુજરાતી

રાજસ્થાની તથા ગુજરાતી લગ્નમાં, કન્યાને હાથીના દાંતમાંથી બનાવેલા ચૂડા પહેરાવવામાં આવે છે.

મહારાષ્ટ્રિયન કન્યા

મહારાષ્ટ્રમાં, બંગડીને પહેરાવાની પરંપરા થોડી અલગ છે. કન્યા પોતાના હાથમાં લીલા રંગની કાચની બંગડીઓ પહેરે છે.

ભારતીય સંસ્કૃતિમાં દરેક રંગની બંગડીઓને એક ભિન્ન શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે

જ્યાં લાલ રંગને ઉર્જા તથા સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે,