બ્યૂટિ / શિયાળામાં સ્કિન કેર કરો કંઈક આ રીતે

અને સ્કિનની સમસ્યાને કહી દો ગુડબાય

શિયાળાની શરૂઆત થાય અને ‌સ્કિનની સમસ્યાઓ શરૂ થઈ જાય છે.

ચામડી ફાટી જવી, સફેદ લિસોટા પડવા અને ત્વચા નિસ્તેજ બની જવી જેવી સમસ્યાઓ થાય છે.

જો થોડું ધ્યાન રાખવામાં આવે તો

તમે વિન્ટરમાં પણ બ્યુટી જાળવી શકો છો.

શિયાળાની ઋતુમાં નાળિયેર પાણી ખૂબ જ વધારે પીવું જોઈએ.

આમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ હોય છે. નાળિયેરમાં રહેલા ફેટ સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાની સાથે જ તમારી હેલ્થ સારી રાખે છે.

દહીંનો કરો ઉપયોગ

દહીંમાં કેલ્શિયમ, ફૉસ્ફરસ અને વિટામિન બી-12ની માત્રા પણ મળે છે, જે હેલ્થ અને સ્કિન બંને માટે ફાયદાકારક છે.

ડાર્ક ચૉકલેટનું કરો સેવન

ડાર્ક ચૉકલેટમાં ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, કૉપર અને મેંગેનીઝના ગુણ હોય છે. આ બધા ગુણ બૉડીને હાઇડ્રેટ કરે છે

એવોકાડોને કરો ડાયટમાં સામેલ

એવોકાડોમાં કાર્બોહાઇડ્રેટ, ફેટી એસિડ અને પોટેશિયમના ગુણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

દૂધનો કરો વધારે ઉપયોગ

દૂધમાં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને પ્રૉટીન મળે છે, જે સ્કિનને હાઇડ્રેટ કરે છે.