લીંબુ પાણી પીવાના ફાયદા

કિડનીમાં પથરી સામે રક્ષણ આપે છે કિડનીમાં સ્ટોનની તકલીફ હોય તો લીંબુ પાણી પીવાથી ફાયદા થાય છે.

ગળાની તકલીફ દૂર કરે છે

કફ અને ગળામાં તકલીફ હોય તો, હુંફાલા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી આરામ થાય છે.

વજન ઊતારવા માટે રામબાણ ઇલાજ

નિયમિત રીતે નયણાકોઠે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી વજન ઘટે છે

શ્વાસની દુર્ગંધ દૂર કરે છે

શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો નિયમિત હળવા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે.

ત્વચાને સાફ અને સુંદર બનાવે છે

લીંબુમાં સમાયેલા વિટામિન સી ત્વચાને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે.