માટલાનું પાણી પીવાના ફાયદા

માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે એટલે માટલાનું પાણી આપણને કુદરતી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફ દોરી જાય છે.

માટીમાંથી માટલું તૈયાર કરે તેને કુંભાળો કહીએ છીએ.

તે કુંવારી જમીન ગૌચરની કે નદી કાંઠાના ભાઠાની પડતર જમીનની કાળી માટી લઈ આવે છે અને જાતે ઘરે માટલાનુ ઘડતળ કરે છે.

માટલાનું પાણી પીવાથી આપણું હૃદય સારું રહે છે

માટલાનું પાણી પીવાથી આપણું હૃદય સારું રહે છે અને હૃદયને લગતી બીમારીઓ પણ નાશ કરી દે છે.

માટલાનું પાણી પીવાથી ગળું ખરાબ થતું નથી, ગળાને રાહત આપનારું હોય છે.

ફ્રીઝ નું પાણી કાયમ પીવાથી અનેક પ્રકર ની બીમારીઓ થઇ શકે છે.

માટલાનું પાણી પીવાનો એક સૌને અનુભવ છે કે તેનાથી થાક દૂર થઇ જાય છે.

માટલાનું પાણી આપણે પીએ તો તે જળ એ ગંગાજળ જેવું શુદ્ધ હોય છે.