તાંદળજાની ભાજી ના ફાયદા

તાંદળજો પિત્તને હરનાર છે. તાંદળજોના સેવનથી પેટની બળતરા શાંત થાય છે.

તાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે.

તાંદળજાની ભાજી અથવા તેનો રસ લોહીનું શુદ્ધિકરણ કરનાર છે.

તાંદળજો પચવામાં હળવો છે.

. તે ખાવાથી રૂચિ જળવાઇ રહે છે. તાંદળજાની ભાજી ભૂખ લગાડનાર છે.

તાંદળજાની ભાજીના સેવનથી દ્રષ્ટિ સુધરે છે.

તેમાં વિટામિન એ પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે.

ઉનાળુ ભાજીઓ માં સૌથી વધારે પ્રચાર તાંદળજાનો છે.

શરીરમાં ગરમીથી કે લોહીવિકારથી ચળ આવતી હોય ત્યારે તેની ભાજી ગુણકારી બને છે