ભદ્રેસર ગામ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું છે.
અલબત્ સમય-સમય પર તેનું નવીનીકરણ અને પુનર્વસન કરવામાં આવ્યું છે.
પ્રથમ વખત ભદ્રાવતીના રાજા સિદ્ધસેને ઈ.સ. પૂ. ૪૪૯માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો
કચ્છના મિસ્ત્રીઓની વાર્તાઓ જણાવે છે કે તેઓ સ્થપતિઓ અને કસબીઓ હતા અને તેમણે ધરતીકંપો પછી ૧૮૧૯, ૧૮૪૪-૪૫ અને ૧૮૭૫માં મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો
હવે તેનું સંપૂર્ણપણે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે કારણ કે ઘણી જૂની દેરીઓ એટલી નાશ પામી હતી કે તેનું પુનર્વસન શક્ય ન હતું.
૪૮ ફુટ પહોળા અને ૮૫ ફૂટ લાંબા પ્રાંગણમાં મંદિર ઊભું છે, જેની ચારે પાસની પરિમિતીમાં નાની નાની દેરીઓની હરોળ હોય છે.
એક દાદર પરથી મંદિરમાં પ્રવેશી શકાય છે. મંડપની ઉપર એક બીજુ મોટું ગુંબજ છે.
તેના પર સંવર ૬૨૨ની તારીખ સંભવતઃ ૧૬૨૨ અથવા ઇ.સ. ૧૫૬૫ નું વર્ષ દર્શાવે છે. એકદમ જમણી બાજુએ કાળી અથવા શામળા પાર્શ્વનાથની છબી છે.