ભારતના ગુજરાત રાજ્યનું એક નગર ભરૂચ

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે,

નર્મદા નદીના તટ પર વસેલું આ શહેર ઇસ પૂર્વે ૫૦૦થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન ઐતિહાસિક નગર છે

આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે ભૃગુઋષિનાં નામ પરથી પડ્યું હતું

અન્ય એક માન્યતા પ્રમાણે હાલમાં જે ભરૂચ નામ છે તે "Broach" શબ્દ પરથી આવેલ છે

જુના જમાનામાં ભરૂચ ઘણું મોટું બંદર હતું.અને અરબસ્તાન તથા ખાડીના દેશોના વેપારીઓ વેપાર કરવા આવતા હતા.

જોવા લાયક સ્થળો

સિદ્ધિ વિનાયક મંદિર, નર્મદા નદી,ગોલ્ડન બ્રિજ,જૂનો કિલ્લો,ભ્રુગુ ઋષિનું મંદિર,કબીર વડ..

આ શહેર એ ગુજરાત રાજ્યનું સૌથી પૌરાણિક જાણીતુ બંદર હતુ

જે આરબ તથા ઇથિયોપિઆના વ્યાપારિઓ પણ જાણતા હતા અહિંથી ભારતના પશ્ચિમમાં આવેલા તે સમયના રાજ્યો સાથે વ્યાપાર થતો હતો