ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે.

આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.

આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે.

પ્રાચીન વિશ્વકર્મા સ્થપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે.

ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે

તે શિવના ૧૨ જ્યોતીર્લિંગમાંનું એક છે

ભીમાશંકરમાં એ ભીમા નદીનું મૂળ છે.

આ નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે

મંદિરમાં જતાં ખ્યાલ આવે છે કે શિવલિંગ ગર્ભ ગૃહના એકદમ કેંદ્રમાં આવેલું છે.

મંદિરના દરવાજાની કોર અને સ્તંભો પર દેવ દેવી અને મનુષ્ય આકૃતિની સુંદર કોતરણી જોવા મળે છે.

ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે,

આ સાથે અહીં સર્વતીર્થ, કુશારણ્ય તીર્થ અને જય કુંડ આવેલા છે