આટલા બધા ગુણોથી ભરપૂર છે ભીંડા

સ્વાદથી ભરપૂર એવા ભીંડા એવા ઘણા ગુણ છે જે બીજા કોઇ શાકમાં નથી

ભીંડામાં ડાઇટ્રી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

જે બ્લડ શુગરને કંટ્રોલ રાખવાનું કામ કરે છે. ભીંડાનું એન્ટી ડાયાબિટીક ગુણ બીટા સેલ્સ વિકાસમાં પણ અસરકારક પુરવાર થાય છે.

ભીંડામાં વિટામિન A અને બીટા કેરોટિન સૌથી મહત્વના પોષક તત્વો મળી આવે છે

આ જ બંને આંખોની રોશની માટે ફાયદાકારક છે

જે વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના માટે ભીંડા ખૂબ જ લાભકારક છે.

ભીંડામાં કેલેરી ઘણા ઓછા પ્રમાણમાં હોય છે, જે વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

ભીંડા સુંદર અને ગ્લોઇંગ સ્કિન આપવામાં મદદરૂપ થાય છે.

ભીંડામાં વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ અને ફૉલેટ હોય છે જે હેલ્ધી સ્કિન સેલ્સને પ્રમોટ કરવામાં માટે જાણીતા છે.

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદયને લગતી બિમારીઓમાં વધારો થઇ જાય છે.

ભીંડામાં રહેલુ પેક્ટિન નામનું તત્વ કોલેસ્ટ્રોલસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.