સંબંધોનું બંધન રક્ષાબંધન:

ભાઇ બહેનનો સૌથી મોટો તહેવાર રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ માસની પૂનમના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે.

રક્ષાબંધનમાં રાખડીનું ખૂબ જ મહત્વ હોય છે.

રાખડી કાચા સુતર જેવી સસ્તી વસ્તુથી માંડીને રંગીન નાડાસળી, રેશમી દોરા, તથા સોના અથવા જેવી મોંઘી વસ્તુ સુધીની હોય છે.

ચોખા એટલે અક્ષત. અક્ષત એટલે અધૂરું નહીં હોય એવું, એટલે કે પૂર્ણ.

આથી જ રક્ષાબંધનની વિધી અધૂરી ન રહી જાય તે માટે કંકુનું તિલક કર્યા પછી તેનાં પર ચોખા ચોંટાડવામાં આવે છે.

જમણા હાથનાં કાંડા પર આવેલી નસ ઉપર દબાણ થવાથી સ્વાસ્થ્યને લગતી તકલીફો દૂર થાય છે.

આથી જ રાખડી ત્યાં બાંધવામાં આવે છે.

દરેક શુભ પ્રસંગોમાં મીઠાઈ રાખવાનો હેતુ પણ આ જ છે.

સંબંધોમાં કડવાટ ન આવે અને સદાય મીઠાશ રહે તે માટે મીઠાઈ ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવાય છે

દીવો પ્રગટાવતાં જ તેની આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે.

આથી જ રાખડી બાંધતી વખતે પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લે બહેન ભાઈની આરતી ઉતારે છે