1 હજાર વર્ષ જૂના આ મંદિર ખાતે નમાવો શીશ,

બનાસકાંઠાના જૂના ડીસા ગામે 1 હજાર વર્ષ જૂનું અને ચમત્કારિક સિદ્ધાંબિકા માતાનું મંદિર આવેલું છે, આ મંદિર લોકઆસ્થાનું કેન્દ્ર બન્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં અનેક ઐતિહાસિક અને પ્રાચીન મંદિરો આવેલા છે,

આવું જ એક મંદિર જૂના ડીસા ગામમાં આવેલું છે. આ મંદિર લગભગ 1000 હજાર વર્ષ જૂનું છે.

કહેવાય છે કે, આ મંદિર રાજા સિધ્ધરાજ જયસિંહએ બનાવેલું છે.

આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ મંદિર પાલનપુરથી 30-35 કિલોમીટરના અંતરે આવેલું છે.

આ મંદિર અતિપ્રાચીન, ભવ્ય અને રમણીય છે

જે શક્તિસ્વરૂપ મા સિદ્ધાંબિકાનું પાવનધામ છે

જ્યારે વર્ષો પહેલાં સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી અહીં આવ્યા હતા,

ત્યારે આ જગ્યાએ નાની ડેરી હતી. આ સ્થળે મીનળદેવીએ પ્રસુતિની વેદનામાંથી છુટકારો મેળવવા માતાજીને પ્રાર્થના કરી હતી.

પાલનપુર ખાતે પાતાળેશ્વર મહાદેવના મંદિરે સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો,

તેવી લોકવાયકા છે. આ પછી સિદ્ધરાજ જયસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

દરરોજ મા સિદ્ધાંબિકા માતાજીની સવારી બદલીને માતાજીનું સ્વરૂપ આપવામાં આવે છે.

જે લોકોને પુત્રની ખોટ હોય, તે લોકો મા સિદ્ધાંબિકા માતાજીના ચરણોમાં આવી શીશ નમાવે છે

અને તેમની પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિરે સમગ્ર ભારત ભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે.