ભારતની સાગર જેવી નદી બ્રહ્મપુત્રા

ભારતની ગંગા અને યમુના નદી પછી બ્રહ્મપુત્રા નદી સૌથી મોટી છે.

પશ્ચિમ બંગાળના ઉપસાગરને મળતી આ નદી અનેક વિશિષ્ટતા ધરાવે છે.

તિબેટ, ભારત અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોમાં વહેતી આ નદી લગભગ ત્રણ હજાર કિલોમીટર લાંબી છે.

કેટલાક સ્થળે ૧૦ કિલોમીટર પહોળી છે.

એક સાગર જ જોઈ લો તેવી આ વિશાળ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ માજોલી આવેલો છે.

તે વહેણ વડે વિશ્વની ૯મી સૌથી મોટી અને ૧૫મી સૌથી લાંબી નદી છે.

તે તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, આસામમાં બ્રહ્મપુત્રા અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે.

બ્રહ્મપુત્રા નદી તિબેટના માન સરોવરમાંથી નીકળે છે.

તે ભારતીય ઉપખંડમાં આદિવાસી વસાહતો અને ગાઢ જંગલોમાંથી વહે છે.