વિશ્વાસ નહીં થાય પણ ભારતમાં જ આવેલી છે કાચ જેવી પારદર્શક આ નદી

જેને દરિયો ગમતો હોય તે દરિયાકિનારાના શહેરોમાં જતા હોય છે અને જેને પર્વતો ગમતા હોય તે હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. આ સિવાય ભારતની નદીઓ જોવી એ પણ એક લ્હાવો છે.

પરંતુ અહીં ભારતની જ એક એવી નદીની વાત કરવામાં આવી રહી છે,

જ્યાં દેશવિદેશથી હજારો પર્યટકો બોટિંગ કરવા માટે આવે છે.

આ નાનકડું શહેર મેઘાલયની રાજધાની શિલોંગથી માત્ર 95 કિલોમીટર દૂર છે.

ઉમનગોટ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા West Jaintia Hills જિલ્લાના નાનકડા Dawki પ્રદેશમાં પસાર થાય છે.

ક્યાં આવેલી છે આ નદી?

આ નદી મેઘાલયની રાજધાની શિલોંગથી લગભગ 95 કિલોમીટર દૂર છે.

આ નદીની ખાસ વાત એ છે કે તે કાચ જેવી પારદર્શક અને સ્વચ્છ છે.

અહીં બોટિંગ કરતી વખતે તમને લાગશે કે જાણે તમે કાચ પર તરી રહ્યા છો.

આ નદીમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

શિયાળામાં આ નદી વધારે સુંદર લાગે છે.

દાવકી શહેર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક વ્યસ્ત વેપાર માર્ગ છે.

અહીંથી રોજ સેંકડો ટ્રક પસાર થતી હશે.