ગાજર અને ચીઝ સેન્ડવિચ રેસિપી

પૂરણ બનાવવા માટે ખમણેલું ગાજર, મોઝરેલા ચીઝ , ખમણેલું પનીર ,સમારેલા લીલા મરચા ,એક ચપટી રાઇનો પાવડર, મીઠું , સ્વાદાનુસાર

પૂરણને ૨ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.

સ્વચ્છ, સૂકી સપાટી પર ૨ બ્રેડના સ્લાઇસ મૂકો અને દરેક બ્રેડના સ્લાઇસ પર ૧/૨ ટીસ્પૂન માખણ નાખો

૧ માખણ લગાડેલી બ્રેડ સ્લાઈસના મધ્યમાં તૈયાર પૂરણનો ૧ ભાગ મૂકો

અને ચમચીના પાછલા ભાગની મદદથી સમાનરૂપે પાથરી લો.

બ્રેડની બીજી સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો.

સેન્ડવિચને ૨ ત્રિકોણમાં કાપો.

રીત ક્રમાંક ૩ અને ૪ ના મુજબ વધુ ૧ સેન્ડવિચ તૈયાર કરો

તરત પીરસો