ફૂલકોબીના પરોઠાની રેસીપી

ફૂલકોબીના પરોઠાના કણિક માટે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.

ફૂલકોબીના પૂરણ માટે : એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ નાંખો.

જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ફૂલકોબી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.

હવે તેમાં ૪ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી આ પૂરણને બાજુ પર રાખો.

આ પૂરણના ૫ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.

તૈયાર કરેલી કણિકના ૫ સરખા ભાગ પાડી લો.

૨ હવે કણિકના એક ભાગને ૧૦૦ મી. મી. (૪”) વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.

આ વણેલા ભાગની મધ્યમાં ફૂલકોબીના પૂરણનો એક ભાગ મૂકી દો.

તે પછી તેની કીનારીઓ મધ્યમાં વાળીને તેને સખત બંધ કરી લો.

તે પછી તેને ફરીથી ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.

હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી પરોઠાને મધ્યમ તાપ પર ઘીની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

આ જ પ્રમાણે રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.

ફૂલકોબીના પરોઠા તરત જ પીરસો.