અમદાવાદની ગુફા અમદાવાદમાં આવેલું ભૂગર્ભ કળા ભવન

અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે.

આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે

તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનની જગ્યા અંશત: જમીનની નીચે છે.

અડધા છુપાવેલા પગથિયા તેના ગોળાકાર દરવાજા તરફ દોરી જાય છે

ચિત્રોના પ્રદર્શન માટે બનાવવામાં આવેલી હોવા છતાં તેની દીવાલો સપાટ હોવાના બદલે ગોળાકાર છે

જે ઉપરના ઘુમ્મટ થી લઈને તળિયા સુધી સળંગ છે.

આ ઘુમ્મટ અંદરથી કુદરતી ગુફાઓની જેમ અનિયમિત થાંભલાઓથી આધાર મેળવે છે.

તેઓ ઝાડના થડ જેવા દેખાય છે.

સંપૂર્ણ રચના ગોળાકાર અને વળાંકોના ઉપયોગથી બનાવાઈ છે.

ઘુમ્મટમાં રહેલા છિદ્રો દ્વારા પ્રકાશ ગુફામાં દાખલ થાય છે અને જમીન પર કુંડાળા રચે છે જે સમય સાથે પોતાનું સ્થાન સુર્યની ગતિ મુજબ બદલે છે

ગુફાની દિવાલોનો કેનવાસની જેમ ઉપયોગ કરી પર ઘેરા રંગો અને જાડી રેખાઓથી ચિત્રો બનાવ્યા છે.

તેમાં માનવ અને પ્રાણીઓના આકારો મુખ્ય છે. તેમના પ્રખ્યાત ઘોડાના ચિત્રો પણ છે.

આ ચિત્રો પ્રાગૈતિહાસિક યુગના ગુફાચિત્રો લાગે છે

તેમને કેટલા ધાતુના માનવ આકારો પણ અહીં મૂક્યા છે.તેમનું સૌથી મોટું શેષનાગ કલાચિત્ર જે 100 feet (30 m)100 ફીટનું છે તે અહીં બનાવેલું છે