ચંપો એ નીત્ય લીલું રહેતું અને અત્યંત પૂરાતનકાળ થી ચાલ્યું આવતું એક જાતનું ફૂલ છે.

ચંપાનું ઝાડ ઘણું મોટું અને ઘણું પોચું થાય છે. ચંપો ઘણી જાતનો થાય છે.

આ ચંપો સારક, કડવો, તીખો, તૂરો અને ઉષ્ણ છે

તે કોઢ, કંડૂ, વ્રણુ, શૂળ, કફ, વાયુ, ઉદરરોગ તથા આધ્માનનો નાશ કરનાર મનાય છે.

ચંપો રૂપે, રંગે અને વાસમાં ઉત્તમ મનાય છે,

પણ એક તેનો અવગુણ એવો કહેવાય છે કે તેની પાસે ભ્રમર આવતો નથી.

લીલો ચંપો રામફળની જાતનું વૃક્ષ છે.

તેનાં પાન લાંબાં અને એને ગળો જેવી આકડીઓ આવે છે.

આ ફૂલ ઘણાં સુગંધી હોય છે.

ધોળા ચંપાને મરાઠીમાં ખડચંપો કહે છે. આ ઝાડ ઘણાં પ્રાંતોમાં થાય છે. તેનાં પાંદડાં લાંબાં અને ફૂલ ધોળાં હોય છે.