મહુવાનાં ઉંચા કોટડા નજીક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે

આ પૌરાણિક મંદિર છે.આ સાથે જ, બાજુમાં દરિયા કિનારો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા પણ આવે છે.

જેને ગઢ કોટડા પણ કહેવામાં આવે છે.

મંદિર દરિયા કિનારાની ભેખડો પર આવેલું એક પૌરાણિક મંદિર છે.

એવી લોકવાયકા છે કે, કાળીયો ભીલ વહાણનો લૂંટારો હતો,

જ્યારે પણ તે વહાણ લુંટવા જતો હતો, ત્યારે માતાજીની રજા લઈને જતો હતો. આજની તારીખમાં પણ કાળિયા ભીલની કોઠી આવેલી છે.

અહીં ચામુંડા માતાના મંદિર નજીક દરિયો પણ આવેલો છે

આ દરિયાનો રમણીય નજારો માણવા લોકો દૂર દૂરથી આવે છે. દરિયા કિનારે સુંદર પવનનો આનંદ માણે છે.

ઉંચા કોટડા માતાજીની ચૈત્ર મહિનામાં ખૂબ જ મહત્વ આવેલું છે.

આ મહિનામાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે. ચૈત્રિ પુનમને દિવસે અહીંયા મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા આવે છે.

અહીં દરિયા કિનારે ઘોડી ઉપર બેસી લોકો ફોટો શૂટ પણ કરાવે છે.

અમુક લોકો દરિયા કિનારે બેસી નાસ્તો પણ કરે છે. શિયાળાની ઋતુમાં અહીં દૂર દૂરથી વિદ્યાર્થીઓના પ્રવાસ પણ આવે છે.

ઉંચા કોટડા પહોંચવા માટે તળાજા થી એસટી બસની પણ સુવિધા છે

મહુવાથી કળસાર થઈને પણ ઊંચા કોટડા એસટી બસ મારફતે તથા પ્રાઇવેટ વાહન મારફતે આવી શકાય છે.