ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ,

14 જુલાઈએ લોન્ચ થયેલા ચંદ્રયાન 3એ આજે 23 ઓગસ્ટના દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો

ઈસરોની આ સફળતા બાદ સમગ્ર ભારતમાં ઉજવણીનો માહોલ છે.

પીએમ મોદીએ ઈસરો અને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ અભૂતપૂર્વ છે.આજે આપણે અવકાશમાં નવા ભારતની નવી ઉડાન જોઈ છે.

લેન્ડિંગના 2 કલાક બાદ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું કામ શરુ થશે

પ્રજ્ઞાન રોવર લેન્ડિંગના 2 કલાક બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર ભારતની જીતનું ચિન્હ છોડશે.

ભારતનું ચંદ્રયાન 3 મિશન માનવજાતના ઈતિહાસનો સોનેરી સૂર્યોદય બની રહેશે.

ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી શીખ લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ની સફળ સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરી હતી.