ચેસ મગજની વ્યૂહાત્મક રમત છે.

જેમાં બે ખેલાડીઓ 64 સ્ક્વેરના ચેકરબોર્ડ પર હરીફ રાજાને પકડવાની સ્પર્ધા કરે છે.

આ રમત દાયકાઓથી અસ્તિત્વમાં છે.

15મી સદીના અંત સુધીમાં તે સમકાલીન રમત તરીકે વિકસિત થઇ હતી અને આજે ખૂબ લોકપ્રિય છે.

ચેસની હરીફાઈની વિશ્વભરમાં આયોજન થાય છે.

યુનેસ્કો દ્વારા 20 જુલાઈના દિવસે ઈન્ટરનેશનલ ચેસ ડે મનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

ચેસમાં હાથી, ઘોડા, ઊંટ અને પાયદળ હોય છે.

કાળક્રમે આ રમત શતરંજ તરીકે ઓળખવામાં આવી

શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા

કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા.

આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ,

તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો.