ચીકૂ જ્યુસ ની રેસીપી

ઉપવાસ માં ચીકૂ નો જ્યુસ બહુ જ ઉપયોગ માં આવે

ચીકુ જ્યુસ બનાવામાં જોઈતી સામગ્રી

1. ૪ ચીકુ 2. ૪ કપ ઠંડુ દૂધ 3. ૧ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર

બનાવવા ની રીત

ચીકુ ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો

ચીકુ ના બે ભાગ કરો અને તેમાંથી બીયા અને વચ્ચે સફેદ રંગ નો ભાગ કાઢી લો

(સફેદ રંગ નો ભાગ કાઢવા થી જ્યુસ હોઠ પર ચોંટશે નહિ) હવે મિક્ષર જાર માં સમારેલા ચીકુ, ખાંડ અને દૂધ મિક્ષ કરો જરૂર હોય તો બરફ પણ ઉમેરવો

હવે મિક્ષર જાર માં બધા ને બરાબર પીસી લો

ઠંડો ઠંડો ચીકુ નો જ્યુસ સર્વ કરો