ચીનની વિખ્યાત દીવાલ પથ્થર અને માટી વડે બનેલ છે

તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી (ઇ.પૂ.) થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું

ઇસા પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દીવાલોને "ચીનની વિખ્યાત દીવાલ" તરીકે ઓળખવામાં આવે છે,

આ દીવાલ ચીનની ઉતરીય સરહદની હુણ લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવેલ

ચીનમાં વિશાળ દિવાલ બનાવવાનો વિચાર ચીનનાં પહેલા સમ્રાટ કિન શી હુઆંગે કરી હતી,

પરંતુ તેઓ પોતાના શાસન દરમિયાન દિવાલનું નિર્માણ ન કરાવી શક્યા. તેમના મૃત્યુના સેંકડો વર્ષ પછી, દિવાલ બનાવવાનું કામ શરૂ કરાયું

અલગ અલગ સમયે જે-તે રાજાઓ દ્વારા દિવાલ નિર્માણની કામગીરી કરવામાં આવી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દિવાલને 'વિશ્વની સૌથી મોટી કબ્રસ્તાન' પણ કહેવામાં આવે છે.

ચીનમાં, આ દિવાલ 'વાન લી ચાંગ ચાંગ' તરીકે ઓળખાય છે.

એવું કહેવામાં આવે છે કે આ દિવાલની પહોળાઈ એવી છે કે તેના પર એક સાથે પાંચ ઘોડા અથવા 10 સૈનિકો એકસાથે ચાલી શકે

એવું કહેવામાં આવે છે કે આશરે 20 લાખ મજૂરો આ વિશાળ દિવાલના નિર્માણમાં રોકાયેલા હતા.

આ પૈકીના લગભગ 10 લાખ લોકોએ દિવાલના નિર્માણકાર્ય દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

આવી સ્થિતિમાં મૃતકોને દિવાલની નીચે જ દફનાવવામાં આવ્યા હતા.

આ જ કારણ છે કે ચીનની આ મહાન અને વિશાળ દિવાલને વિશ્વનું સૌથી મોટુ કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે.

જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે કોઈને ખબર નથી.

તેથી આ વાતો માત્ર રહસ્ય જ બનીને રહી છે.