ચોટીલા

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે.

અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે,

જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m)જેટલી છે.

શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે.

ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે

અહીં હાઈવે ઉપર રહેવા તથા જમવા માટે પ્રાઈવેટ હોટલો પણ આવેલી છે

ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે.આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે.

અહીં દર વર્ષે આસો માસની નવરાત્રીના આઠમા નોરતે ડુંગર પર નવચંડી હવન કરવામાં આવે છે.

.નવા વર્ષના પ્રારંભથી લાભપાંચમ સુધી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે