ફરીથી ઓછું થશે ઠંડીનું જોર,જાણો ગુજરાતમાં પાંચ દિવસ કેવું રહેશે હવામાન

જાન્યુઆરીના અંતમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.

હાલ રાજ્ય પર ઉત્તરથી ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે.

ત્યારે હવામાન વિભાગે ઠંડી ઓછી થશે અને ગરમીમાં વધારો થશે તે અંગેની આગાહી કરી છે

હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેશે

કોઇ સંભાવના નથી. 48 કલાક બાદ એટલે કે,

આવતીકાલ પછી ધીરે ધીરે મિનિમન તાપમાનમાં વધારો થશે.

48 કલાક તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય.

જોકે, જે બાદ ઠંડીનું જોર ઘટશે અને ગરમીનું પ્રમાણ વધવાની આગાહી છે.

અમદાવાદના આજના હવામાન અંગેની આગાહી અંગેની વાત કરીએ તો,

આજે આકાશ સ્વચ્છ રહેશે. લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

બુધવારે ગુજરાતના વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો,

અમદાવાદમાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આ સાથે અન્ય 8 શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયુ હતુ.

આ સાથે અન્ય 8 શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયુ હતુ

નલિયામાં 9.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયુ હતુ. આવતીકાલ બાદ ગુજરાતના તમામ વિસ્તારોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.