ભારતના મહત્વકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન-3નું કાઉન્ટડાઉન શરુ

આજે 14 જુલાઈ, 2023ના બપોરે 2.35 કલાકે ચંદ્રયાન 3 લોન્ચ થશે

ઈસરોના ચંદ્રયાન-3 મિશનનું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા છે.

ગત વખતે ચંદ્રયાન-2 માટે 960 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ ચંદ્રયાન-3 મિશનમાં લાગેલા વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો

તેમણે કહ્યું કે ભારતનો અવકાશ ક્ષેત્રમાં ઘણો સમૃદ્ધ ઇતિહાસ છે.

ચંદ્રયાન-3, 23-24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી શક્યતા છે

ચંદ્રયાન-3 પ્રક્ષેપણનો પ્રથમ ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને નરમ ઉતરાણ કરવાનો છે

ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલથી સજ્જ છે

તેનું વજન લગભગ 3,900 કિલો છે.