દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે

જેનું ઉદ્‌ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું

આ એક મસાલેદાર વાનગી છે.

જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે

સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર...

લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.

દાબેલી એ લોકપ્રિય ગુજરાતી નાસ્તો છે.

દાબેલી બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેમાં વપરાતા મસાલા તેના સ્વાદમાં ઘણો વધારો કરે છે

ગુજરાતીઓને સ્ટ્રીટ ફુડ ખૂબ પસંદ હોય છે. સ્ટ્રીટ ફુડ ખાવાની મજા પણ કંઇક અલગ જ હોય છે.

ગુજરાતીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દાબેલી અનેક લોકોની ફેવરીટ હોય છે.