રોજ ચાલવાથી થાય છે આ ચમત્કારિક ફાયદા, મૂડ સુધારે, સ્ટ્રેસ ઘટાડે:

નિયમિત ચાલવાથી નિરાશા, હતાશા કે ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે.

વજન ઉતારવામાં મદદ કરે:

ચાલવાની આદત તમને વધારાની ચરબી ઉતારવામાં મદદ કરી શકે છે.

પાચનતંત્રની તકલીફોથી છુટકારો:

પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવાનું એ સરળ અને અક્સીર ઉપાય ગણાય છે

ડાયાબિટીસ ઘટે:

જેમને ડાયાબિટીઝ થયેલો છે તેમને રોજ ૩૦થી ૪૦ મિનિટ ચાલવાથી લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહે છે.

બ્રેઇન-પાવર વધે:

યુવાનીથી માંડીને પ્રૌઢાવસ્થા સુધી નિયમિત ચાલવાથી બુદ્ધિશક્તિ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે