ડાકોર ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે અને રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.

આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે.

ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે.

કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.

અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે.

કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે

અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે.

ડાકોર અને દ્રારકાના મંદિરો સાથે પ્રાચિનકાળનાં કૃષ્ણભક્ત બોડાણાની કથા પણ જોડાયેલી છે

બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્રારકાથી ડાકોર આવ્યા હોવાની દંતકથા પ્રચલિત છે

ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે.

આ બન્ને મંદિરોમાં સવારે મંગળાદર્શન થી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.