હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 6 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે તેમ જણાવ્યુ છે.
અનેકવાર માવઠું થશે તેમ પણ આગાહી કરી છે.
ઠંડીનું જોર વધતા કૃષિ પાકોને ફાયદો થઇ શકે છે.
હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે.
આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે.
ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
બંગાળના ઉપસાગરમાં સક્રિય વાવાઝોડું તબાહી કરશે અને તે બાદ તેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે. અમુક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.