પાટણનાં વિરાંગના નાયિકા દેવી,

જેમના ડરથી 150 વર્ષ સુધી આક્રમણકારોએ ગુજરાત સામે આંખ ઊંચી ન કરી, જાણો તેમના વિશે

તેમણે મહંમદ ઘોરીને એવી રીતે પરાસ્ત કર્યો કે,

આગળના 150 વર્ષ સુધી ઈસ્લામિક શાસકોએ ગુજરાત તરફ આક્રમણ પણ ન કર્યું અને ગુજરાત સામે આંખ પણ ઊંચી કરવાની હિંમત ન કરી.

નાયિકા દેવી નાયિકા દેવી કદમ રાજ્ય, જે હાલનું ગોવાના મહામંડલેશ્વર પરમારના પૂત્રી હતાં.

તેમના લગ્ન ગુજરાતના મહારાજા અજયપાલ સાથે થયાં હતાં.

એક અંગરક્ષક દ્વારા અજયપાલની હત્યા પછી રાજ્યની સત્તાની કમાન નાયિકા દેવીના હાથમાં આવી હતી.

કારણ કે, તે સમયે તેમનો પુત્ર મૂળરાજ માત્ર 3 વર્ષનો હતો.

મોહમ્મદ ઘોરીને આ વાતની ખબર પડી ત્યારે તેણે ગુજરાત ઉપર 70,000 સૈન્ય સાથે લડાઈ કરી હતી

આ યુદ્ધમાં ઘોરી ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને જીવ બચાવવા તેણે ભાગવું પડ્યું હતું