આજે ધનતેરસ, જાણો ધનલક્ષ્મીની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય

ધનતેરસ એ હિંદુઓના સૌથી પ્રખ્યાત તહેવારોમાંનો એક છે

જે સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે.

આ શુભ દિવસે લોકો ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે.

તેઓ તેમના ઘરની બહાર દીવા અને મીણબત્તીઓ પ્રગટાવે છે.

દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે.

હિંદુ કેલેન્ડર મુજબ,

ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે.

આ વખતે ધનતેરસ આજે એટલે કે 10 નવેમ્બરે ઉજવવામાં આવી રહી છે.

ધનતેરસના દિવસે નવા વાસણો, સોના-ચાંદીના આભૂષણોની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે.

ધનતેરસ 2023 પૂજાનો સમય

આજે ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:47 થી 7:43 સુધીનો રહેશે. જેનો સમયગાળો 1 કલાક 56 મિનિટનો રહેશે.

ખરીદી માટે શુભ મુહૂર્ત

10મી નવેમ્બર એટલે કે આજે ધનતેરસના દિવસે સવારે 11.43 થી 12.26 સુધી. આ સૌથી શુભ મુહૂર્ત છે.

ધનતેરસના દિવસે દીવાનું દાન કરવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.