જીવનભર પાસે ફરકશે પણ નહિ બીમારી, બસ આ પાંચ નેચરલ ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ

આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો.

ખાટાં ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે,

આવી સ્થિતિમાં, તમે નારંગી, દ્રાક્ષ, લીંબુ, કીવી, જેવા ખાટા ફળોનું સેવન કરવુ જોઇએ.

લાલ કેપ્સીકમ: સામાન્ય રીતે દરેક વ્યક્તિ લીલા કેપ્સીકમનું સેવન કરે છે.

જો કે, લાલ કેપ્સીકમ વિટામિન સી, વિટામિન એ અને બીટા કેરોટીન જેવા ગુણોથી ભરપૂર છે. તે ત્વચા અને આંખના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

બ્રોકોલી: લીલા શાકભાજીમાંની એક બ્રોકોલી,

વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, ફાઇબર અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કાચી બ્રોકોલી ખાવી સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે

લસણ: લસણનો ઉપયોગ ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે,

પરંતુ ઔષધીય તત્વોથી ભરપૂર લસણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

આદુઃ ઔષધીય ગુણોથી ભરપૂર આદુ શરીરની શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કારગર છે.

આદુ ખાવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થાય છે.

પાલકઃ આયર્નથી ભરપૂર પાલકમાં વિટામિન સી,

વિટામિન એ, એન્ટીઑકિસડન્ટ અને બીટા કેરોટિન પણ મોટી માત્રામાં જોવા મળે છે, જેનું સેવન ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે.