શું તમારે પણ રાખવી છે વાળની માવજત? તો આજથી જ ફોલો કરો આ હેલ્થ ટિપ્સ

સૌપ્રથમ તો વાળને સવાર-સાંજ સૂર્યનો કોમળ તડકો અને હવા મળી રહે તેનું ધ્યાન રાખવું જોઇએ.

વાળ ધોવા માટે ઠંડું પાણી અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઇએ.

અતિશય ગરમ પાણી વાળને નુકસાન કરે છે.

માથામાં નાખવા તલ કે કોપરેલનું તેલ વાપરો

જો તમે વાળ ધોઇને તેલ નાખવાનાં હો તો તકેદારી રાખો કે વાળ એકદમ સુકાઇ જાય પછી જ તેલ નાખો.

ખરાબ થઇ ગયેલા વાળને સુંવાળા અને મુલાયમ બનાવવા માટે હેર-સ્પા ટ્રીટમેન્ટ લઇ શકો છો

આ ટ્રીટમેન્ટથી તમારા વાળને મૂળમાંથી જ પોષણ મળે છે, જેથી વાળના રી-ગ્રોથનું પ્રમાણ પણ વધે છે.

સામાન્ય આદત પ્રમાણે યુવતીઓ વાળની ગૂંચ ઉપરથી કાઢતી હોય છે,

પરંતુ ગૂંચ પહેલાં નીચેથી કાઢવી. ત્યાર બાદ ઉપરથી ગૂંચ કાઢવી, જેથી કરીને વાળ ઓછા તૂટે