ઓટ્સ મતલબ કે જવના દલિયા અથવા ફાડા.. જેમ ઘઉંના દલિયા કે ફાડા હોય છે તેમજ..
શું તમે જાણો છો કે તમારી ત્વચા માટે અને સૌંદર્ય માટે પણ તે ખુબ જ લાભકારક છે.
ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ ખુબ લાભદાયક છે.
કેમકે તે ઇંસ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે.
તેના પ્રયોગથી હ્રદયરોગનો ખતરો પણ ઘટે છે કેમકે તે હ્રદયની ધમનીઓમાં ચરબીને જમા થતા રોકે છે.
ચક્કર આવવા, ગભરામણ થવી... તેમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમકે તેની પ્રકૃતિ ઠંડી હોય છે.