દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે છે?

તો આ સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે

દિવાળીના ફટાકડાની આ મજા ક્યાંક સજા ન બની જાય તે પણ લોકોએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

તહેવાર દરમિયાન સૌથી વધુ આગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

આમ તો શક્ય હોય તો ફટાકડા ફોડવાથી દૂર રહેવું જોઈએ

ફટાકડા ફોડતી વખતે સૌથી પહેલા આપણી સલામતી સાથે અન્ય લોકોની સલામતી પણ એટલી જ જરુરી છે.

ફટાકડા ફોડતી વખતે આટલી સાવચેતી રાખવી જરૂરી છે

ફટાકડા ફોડતી સમયે પાણીની ડોલ પાસે ભરીને રાખવી

નાના બાળકોને બોમ્બ અને કોઠી જેવા ફટાકડાથી દૂર રાખવા

ફટાકડા ફોડતી વખતે કોટનના અને આખી બાયના કપડા પહેરવા

ફટાકડા ફોડતા સમયે સિન્થેટિક કપડા પહેરવાનું ટાળવું

ફટાકડા ફોડતી સમયે બુટ કે ચપ્પલ પહેરવા ખુબ જરુરી છે

જે ફટાકડાથી આગ લાગવાની સંભાવના હોય તેવા ફટાકડાથી દૂર રહેવું

નાના બાળકોને જાતે ફટાકડા ફોડવા ક્યારેય આપવા નહિ

ટીખળ માટે ખાલી પડેલા માટલામાં બોમ્બ ફોડવા નહિ

ફટાકડાની એક નાનકડી ચિન્ગારી આગનો મોટો અકસ્માત સર્જી જીવને જોખમમાં મુકી શકે છે.