શું તમે કેળા ખાધા પછી છાલને ફેંકી દો છો,

પરંતુ ત્વચા પર તેના અદ્ભુત ફાયદાઓ જાણો...

આમ તો બધા જ લોકો કેળા ખાધા પછી તેની છાલને કચરામાં ફેકી જ દેતા હોય છે,

પરંતુ શું તમે જાણો છો કે તેના કેટલાક ફાયદાઓ છે, તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે,

જેનો ઉપયોગ તમે તમારી ત્વચાની ગ્લો વધારવા અને એન્ટી એજિંગ માટે કરી શકો છો.

તેનો ઉપયોગ કરવાથી, તમારી ત્વચા પર રક્ત પરિભ્રમણ સુધરે છે

અને તમે ફોલ્લીઓ અને ડાઘથી છુટકારો મેળવો છો

તમે કેળાની છાલનો અંદરનો ભાગ લઈને તમારા ચહેરા પર ઘસી શકો છો. આ તમારી ત્વચા પરના છિદ્રો ખોલે છે.

લગભગ 10 મિનિટ સુધી આ છાલથી હળવા હાથે માલિશ કર્યા પછી,

તમે તમારા ચહેરાને પાણીથી ધોઈ શકો છો. તમારા ચહેરા પર જમા થયેલી મૃત ત્વચાને દૂર કરવા માટે પણ આ એક ખૂબ જ અસરકારક પદ્ધતિ છે.

કેળાની છાલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે.

આવી સ્થિતિમાં, તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે.

કેળાની છાલ ત્વચામાં કોલેજન વધારવા અને ત્વચાની ભેજને લોક કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે

આ માટે તમે વિટામીન Eની એક કેપ્સ્યુલ, મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

આનાથી ન માત્ર પિમ્પલ્સ અને ખીલથી છુટકારો મળશે,

તમારી ત્વચા ટાઈટ અને ગ્લોઈંગ પણ બનશે.