તાવ આવવાથી મોં કડવું થઈ જાય છે? તો આ ટિપ્સને ફોલો કરો, જીભનો સ્વાદ બદલી જશે.....

તાવ અલગ અલગ પ્રકારના હોય છે પરંતુ બધા જ પ્રકારના તાવમાં એક સામાન્ય લક્ષણ જોવા મળે છે અને તે છે મોઢું કડવું થઈ જવું.

૧. મીઠાના પાણીના કોગળા કરવા

આ સમસ્યાને દૂર કરવા માટે તમે પાણીમાં મીઠું ઉમેરી તેનાથી કોગળા કરી શકો છો. તેના માટે જો તમે હુંફાળું પાણીનો ઉપયોગ કરો છો તો તે વધારે સારું રહેશે

૨. ટમેટાનું સૂપ

ટમેટાનું સૂપ પીવામાં સ્વાદિષ્ટ લાગે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

તેમાં વિટામીન્સ ભરપૂર પ્રમાણમા હોય છે.

આ સૂપ પીવાથી જીભની કળવાસ ઓછી થવા લાગે છે. તમે ૨૪ કલાકમાં ૨ કપ સૂપ પી શકો છો.

૩. એલોવેરા જ્યુસ

એલોવેરા જ્યુસ ના એંટીઓક્સિડંટસ અને એંટીઇન્ફ્લેમેટરી ગુણ મોં ની કડવાસને ઝડપથી દૂર કરે છે.

આમ તો તાવ કોઈ પણ ઋતુમાં આવી શકે છે.

પરંતુ વરસાદી વાતાવરણમાં તાવ આવવાના કેશ વધી જતાં હોય છે.