હેર વોશ કર્યા પછી વાળ ચીકણાં થઇ જાય છે? તો આ ટિપ્સ ફોલો કરો,

વાળની કેર કરવી ખૂબ જરૂરી છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે હેર વોશ કર્યા પછી વાળ ઓઇલી લાગે છે.

ઓઇલી વાળ દેખાવમાં ચીકણાં જોવા મળે છે.

આ હેર દેખાવમાં બહુ ખરાબ લાગે છે. આ સાથે સ્કેલ્પ પર ગંદકી જામવા લાગે છે અને વાળમાં ખોડો થવા લાગે છે.

તમે આગળના દિવસે હેર વોશ કર્યા છે અને વાળ ઓઇલી લાગે છે તો

તમારે શેમ્પૂ બદલવાની જરૂર છે. શેમ્પૂ હંમેશા હેર ટાઇપ અનુસાર હોવું જોઇએ.

શેમ્પુ હેર ટાઇપ અનુસાર નહીં હોય તો વાળ વધારે ખરાબ થઇ જશે.

આ માટે સૌથી પહેલાં તમે તમારું શેમ્પુ બદલો.

વધારે હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો નહીં

ઘણી વાર હેર વોશ કર્યા પછી એની સ્ટાઇલ કરવામાં આપણે અલગ-અલગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઇએ છીએ.

કોઇ સીરમ લગાવે છે તો કોઇ હેર ક્રીમ.

આ સાથે કોઇ જેલનો ઉપયોગ કરે છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ પ્રોડક્ટ્સથી હેર ચીકણાં લાગી શકે છે.

વાળમાંથી વધારાનું ઓઇલ અને ચીકાશ દૂર કરવા માટે હેર માસ્ક લગાવવામાં આવે છે.

આ સમયે તમે વાળમાં દહીં લગાવો અને રાખી મુકો. ચીકાશ સરળતાથી દૂર થઇ જશે. આ એક બેસ્ટ ઉપાય છે.

હેર વોશ કરીએ ત્યારે વાળમાં જમા થયેલા બિલ્ડ અપને પ્રોપર રીતે દૂર કરતા નથી.

આ સમયે તમે લીંબુ અને દહીંને મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. આ મિશ્રણથી બિલ્ડ અપ ઓછુ થઇ જશે અને તમારા વાળ મસ્ત લાગશે.