ખબર નહીં હોય, તુલસીના માંજર પણ શરીર માટે છે ખૂબ જ આરોગ્યપ્રદ

તુલસી એક ઔષધીય છોડ છે જેનો આપણને બધાને ખ્યાલ છે. તુલસીના પાન ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

પરંતુ મોટા ભાગે લોકો તુલસીના પાનનો જ ઉપયોગ કરતાં હોય છે.

આયુર્વેદમાં તુલસીના માંજરનો ઉપયોગ પણ કરવામાં આવે છે

તુલસીના માંજરમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર અને આયર્ન હોય છે.

તુલસીના માંજરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરના કોઈપણ ભાગમાં આવેલા સોજાને દૂર કરી શકે છે.

માંજરનો ઉપયોગ ડાયેરિયામાં પણ કરી શકાય છે.

તુલસીના છોડમાં ફ્લેવોનોઈડ અને ફેનોલિક તત્વ હોય છે જે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે

તેના માંજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે

જે સ્નાયૂને સ્વસ્થ રાખી અને ક્ષતિગ્રસ્ત સ્નાયૂને મજબૂત બનાવે છે.

તુલસીના માંજર પેટમાં જિલેટનયુક્ત પરત બનાવે છે

જે પાચન ક્ષમતાને મજબૂત બનાવે છે. તેમાં ફાયબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે પાચનશક્તિ સુધારે છે.

તુલસીના માંજર શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખે છે.

જેનાથી હાઈ બી.પી. અને સ્ટ્રેસ ઘટે છે. તેનાં બીથી લિપિડ સ્તર વધે છે અને હૃદયની સુરક્ષા વધે છે

માંજરનો ઉપયોગ કરવાથી શરદી-ખાંસી પણ દૂર થાય છે

કારણ કે તેમાં એન્ટી સ્પૈસમોડિક ગુણ હોય છે. જે ઉધરસ અને શરદી જેવી બીમારીમાં રાહત આપે છે.