ઉકળેલા ભાતનું પાણી જેને ઓસામણ કહેવામાં આવે છે તેનાથી અનેક ફયદા મળે છે.
તેમાં વિટામીન બી, સી, ઈ અને અન્ય ખનીજ પદાર્થ વિપુલ પ્રમાણમાં હોય છે જે તમારો થાક ઘટાડવામાં મદદ કરે છે.
એવામાં ઓસામણ પીવાથી શરીરમાં પાણીની ઉણપ નથી સર્જાતી. સાથે જ શરીરને પૂરતા પોષક તત્વો પણ મળે છે.
તેને કારણે શરીરમાં બ્લડ સરક્યુલેશન સારુ રહે છે. લો બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તેના સેવનથી લાભ થાય છે.
ઓસામણમાં હીલીંગનો ગુણ હોય છે. નાના મોટા ઈન્ફેક્શનમાં પણ તે ફાયયદાકારક છે.
જે સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી શરીરનું રક્ષણ કરે છે. આથી હીટ સ્ટ્રોકથી બચવા માટે પણ આ પાણી ફાયદાકારક છે.