સુખ સમુદ્ધિ અને સૌભાગ્ય લાવે છે માટીના વાસણ

વાસ્તુ મુજબ દરેક વ્યક્તિને માટી કે ભૂમિ તત્વ પાસે જ રહેવુ જોઈએ. માટીથી બનેલી વસ્તુઓ સૌભાગ્ય અને સમુદ્ધિકારક હોય છે.

માટીના વાસણમાં પકવેલુ અન્ન ઈશ્વરીય તત્વ માનવામાં આવે છે.

દરેક ઘરમાં માટીનો ઘડો જરૂર હોવો જોઈએ. ઘડાનુ પાણી પીવાથી બુધ અને ચંદ્રમાનો પ્રભાવ શુભ થાય છે આ ઘડાને ઘરના ઉત્તર પૂર્વ દિશામાં મુકો.

માટીના ઘડાથી છોડને પાણી આપો.

જે લોકો મંગળના ક્રોધથી પ્રભાવિત છે તેઓ કોઈપણ પેય પદાર્થ માટીના વાસણમાં જ પીવુ જોઈએ

માટીના વાસણમાં પાણી ભરીને ઘરની અગાશી પર પક્ષીયો માટે જરૂર મુકો.

માટીથી બનેલી ભગવાનની મૂર્તિને ઘરમાં લાવવાથી ઘન સંબંધી પરેશાનીઓ દૂર થઈ જાય છે..

રોજ તુલસીના છોડ પાસે માટીનો દિવો પ્રગટાવો.

માટીથી બનેલી વસ્તુઓ કે રમકડાથી તમારો ડ્રોઈંગ રૂમ સજાવો, તેનાથી સંબંધોમાં મધુરતા આવે છે.

દરેક તહેવાર પર ઘરમાં માટીના દિવા પ્રગટાવો.

ઘરમાં માટીના વાસણ રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

દરિદ્રતાથી મુક્તિ મેળવવા માંગો છો તો

શનિવારના દિવસે માટીના નાના ઘડામાં પાણી ભરીને તેને પીપળાના ઝાડ નીચે મુકી આવો, આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.

જે દંપતિને સંતાનની ઝંખના હોય તેમણે

શ્રીકૃષ્ણ સામે માટીના કોડિયામાં ચાર વાટનો દિવો કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે.