ઉનાળામાં ખુબ ખાઓ ખટમીઠું પાઈનેપલ, અનેક રીતે છે ફાયદાકારક ?

અનાનસની વાત કરીએ તો તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. તમે અનાનસનો જ્યુસ પણ પી શકો છો.

પાઈનેપલમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે,

જે શરીરને રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. આ સાથે અનાનસમાં કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે

અનાનસમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે,

જ્યારે કૅલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, માટે તેને ખાવાથી અથવા જ્યૂસ પીવાથી શરીરને દરેક પોષક તત્વ મળી જાય છે

પાઈનેપલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે.

મેગ્નેશિયમ હાડકા મજબૂત કરવામાં અને શરીરને એનર્જી આપવામાં મદદ કરે છે.

પાઈનેપલ પોતાના વિષિષ્ટ ગુણોને કારણે આંખો માટે પણ ફાયદાકારક છે.

અનાનસને ડાયટમાં શામેલ કરવાથી શરીરને જરુરી એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે.