બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા યોજાયું પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન

આ સંમેલનમાં કેન્દ્રની ભાજપ સરકારના નવ વર્ષની ઉપલબ્ધિઓની જાણકારી અપાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના નવ વર્ષની સફળતા અંતર્ગત ચર્ચા થઈ

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા પાલનપુર વિધાનસભા ક્ષેત્રમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને પ્રબુધ્ધ નાગરીકોનું સંમેલનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા

આ સંમેલનમાં નવ વર્ષ દરમ્યાન લેવાયેલા મહત્વના નિર્ણયોની જાણકારી અપાઇ

આ પ્રસંગે દિનેશભાઈ અનાવાડીયા (સાંસદ, રાજ્યસભા), હરીભાઈ ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય - અનિકેતભાઈ ઠાકર, પ્રવિણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

આ સંમેલનમાં મુખ્ય વક્તા પ્રદેશ મિડીયા કન્વીનર યજ્ઞેશ દવેએ ભાજપ સરકારની વિકાસગાથા રજૂ કરી

બેઠકમાં કિરણબેન રાવલ (પ્રમુખ, નગરપાલિકા પાલનપુર) સાથે જ વિધાનસભા ક્ષેત્રના તમામ પ્રબુધ્ધ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સતત બે ટર્મથી કેન્દ્રમાં સત્તા ધરાવતી ભાજપ સરકારના વિકાસલક્ષી કામોની પણ વાત થઈ હતી

જેમાં નવ વર્ષના સુશાસનના લેખાજોખા અને પ્રજાલક્ષી દેશહીતના નિર્ણયો અને કામગીરી અંગેની માહિતી આપી હતી.