રાજકોટનું રાષ્ટ્રીય ફરસાણ કહો તો વાંધો નહીં
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજકોટના ગાંઠિયાના વખાણ કર્યા હતા.
મોમાં મૂકતાની સાથે જ પોચા પોચા રૂ જેવા લાગતા અહિંના ગાંઠિયા જગવિખ્યાત છે
તીખા-મોરા ગાંઠિયા સહિતના ફરસાણ સાથે સાંજ પડે છે સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ફરસાણ ખવાય છે, એવું માનવામાં આવે છે
મોટાભાગે લોકો સેવ, પાપડી, બુંદી, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા અને ચવાણા સહિતની દરેક વસ્તુની ખરીદીને સફાચટ કરી જાય છે.
આમ, રાજકોટ અને ફરસાણ એકબીજાના પુરક છે. અહીંયાની ફરસાણની દુકાનોમાં ગરમ ગરમ ગાઠિયા ખાવા લોકોની લાઈન લાગે છે.
જેના મોઢામાં દાંત ન પણ હોય એવી વ્યક્તિ પણ આ ગાંઠિયાને આરામથી ખાઈ શકે છે.
દરેક લોકોને જલેબી-ફાફડા તથા ગાંઠિયા સહિતના ફરસાણ અતિપ્રિય હોય છે.