ખાદી કે જે હાલના સમયમાં ખુલ મોટું રોજગાર પુરુ પાડતું એક ઉઘોગ બન્યું છે.
તેમજ વિદેશમાં પણ લોકો ઓરગેનીક ખાદિ તરફ વળ્યા છે.
અને આઝાદિ બાદ પણ આટલા દાયકા પછી ખાદિ આજનું યુવા પેઢીમાં પોતાની લોક પ્રિય અકબંધ રાખવામાં સફળ રહી છે.
ખાદી અથવા ખદ્દર ભારત દેશમાં હાથ વડે કાંતીને અને હાથ વડે વણાટ કરીને બનાવવામાં આવેલા કાપડ (વસ્ત્ર)ને કહેવામાં આવે છે.
ખાદી વસ્ત્ર માટે બનાવવામાં આવતું સૂતર હાથ વડે ચલાવવામાં આવતા ચરખાની સહાયતા વડે બનાવવામાં આવે છે.
તે શરીરને ગરમીની ઋતુમાં ઠંડુ અને શિયાળાની ઋતુમાં ગરમ રાખે છે.
ગાંધીજીએ ઇ. સ. ૧૯૨૦ પછીના દશકમાં ગામડાંઓને આત્મ નિર્ભર બનાવવાને માટે ખાદીના પ્રચાર-પ્રસાર પર ખુબ જ જોર આપ્યું હતું.
હવે ખાદીમાં પણ અનવની ડિઝાઈનોમાં વસ્ત્રો મળતા થયા છે.