માખણ ખાવાના આટલા લાભ ક્યારેય સાંભળ્યા છે?

માખણ ખાવામાં હળવુ, ઠંડુ, પૌષ્ટિક અને બુદ્ધિવર્ધક હોય છે

તે હ્રદય માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત પ્રયોગથી આંખો સ્વસ્થ રહે છે.

ગાયના દુધનુ માખણ સૌથી ફાયદાકારક હોય છે. તેના નિયમિત પ્રયોગથી વાયુદોષ દુર થાય છે. તેનાથી પાચનશક્તિ વધે છે.

તાજુ માખણ શરીરને પૌષ્ટિકતા આપે છે.

ઘણા દિવસનુ વાસી માખણ ખારુ અને ખાટુ હોય છે. તેનો પ્રયોગ ક્યારેય ન કરવો જોઇએ. તેનાથી ઉલ્ટી, કોઢ, મેદસ્વીતા વગેરેની આશંકા વધે છે.

માખણ એ વિટામિન K1 અને K2 નો સારો સ્ત્રોત છે,

જે અસ્થિભંગ અથવા અન્ય ગંભીર ઇજાઓ પછી હાડકાને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

માખણમાં આયોડીનની માત્રા પણ સારી હોય છે,

જે થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે