ફરસી પુરી એક ક્રિસ્પી પુરી છે.જે સ્વાદ માં લાજવાબ છે.ગુજરાતી માં ફરસી નોં મતલબ 'ક્રિસ્પી' થાય છે.
એક કાથરોટ માં મેંદો,સોજી ,જીરું,ઘી અથવા તેલ અને મીઠું લઈ બરાબર મિક્સ કરો.
તે પરોઠા નોં લોટ અથવા મસાલા પુરી ના લોટ કરતા થોડો કઠણ હોવો જોઈએ.
લોટ ને 2-3 સરખા ભાગો માં વહેચો અને નાના નાના લુઆ બનાવો.
ચાકુ અથવા કાંટા ચમચી થી પુરી માં છેદ કરો જેથી તરતી વખતે તે ફૂલે નહી.
જયારે તેલ ગરમ હોય ત્યારે તેમાં 4 કે 5 પુરી નાખો અને ક્રિસ્પી થાય ત્યા સુધી તળો
ઠંડી થયા પછી તેને એક ડબ્બા માં ભરી દો.તે 10-15 દિવસ સુધી સારી રહે છે.